વિશ્વની અગ્રણી FMCG કંપની નેસ્લેએ શુક્રવારે ભારતમાં રોકાણ યોજનાઓને લઈને મોટી જાહેરાત કરી છે.કંપનીએ કહ્યું કે તે 2025 સુધીમાં રૂ.5,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રોકાણ કંપનીને તેના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવામાં અને ભારતમાં તેના મુખ્ય વ્યવસાયને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે. સૂત્રો અનુસાર, કંપનીના સીઈઓ માર્ક સ્નેઈડરે કહ્યું કે કંપની ભારતમાં આવતા 3.5 વર્ષ એટલે કે 2025 સુધીમાં 5000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. આ રોકાણનો ઉપયોગ કંપનીના મૂડી રોકાણ, નવા પ્લાન્ટ સ્થાપવા, એક્વિઝિશન અને પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણ માટે કરવામાં આવશે.
નેસ્લેની ટોચની યાદીમાં ભારતનો સમાવેશ
સ્નેઈડરે વધુમાં કહ્યું કે, ભારત તેમના ટોચના 10 બજારોમાં સામેલ છે. આ રોકાણ ભારતમાં મોટા પાયે નોકરીઓનું સર્જન કરશે. જો કે, રોકાણ સરકાર તરફથી કંપનીની યોજનાઓની મંજૂરીને આધીન છે.
કંપનીએ અત્યાર સુધીમાં 8,000 કરોડનું રોકાણ કર્યું છે
નેસ્લેના જણાવ્યા અનુસાર, 1960માં ભારતમાં ઉત્પાદન શરૂ કર્યા બાદ કંપનીએ કુલ રૂ.8,000 કરોડનું રોકાણ કર્યું છે. હવે વધુ રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતમાં નેસ્લેની આવક
વર્ષ 2021માં નેસ્લે ઇન્ડિયાની કુલ આવક રૂ.14,709 કરોડ હતી. મેગી ભારતમાં કંપનીની સૌથી લોકપ્રિય બ્રાન્ડ છે. કંપનીએ છેલ્લે ગુજરાતમાં સાણંદ પ્લાન્ટમાં રૂ.700 કરોડનું રોકાણ કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500