Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નેપાળનાં વડાપ્રધાન પુષ્પ કમલ દહલનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું : ટ્વિટર એકાઉન્ટની જગ્યાએ BLUR નામનું એકાઉન્ટ દેખાયું

  • March 16, 2023 

નેપાળનાં વડાપ્રધાન પુષ્પ કમલ દહલનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ આજે વહેલી સવારે હેક કરવામાં આવ્યું હતું. તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટની જગ્યાએ BLUR નામનું એકાઉન્ટ દેખાઈ રહ્યું હતું. આ એકાઉન્ટ પ્રો ટ્રેડર્સ માટે બિન-ફંજીબલ ટોકન માર્કેટપ્લેસ છે. હેકર્સે એકાઉન્ટ પર બાયો પણ બદલી નાખી છે અને ટ્વીટ પિન કરી છે. છેલ્લા ઘણા સમયથી ઓફિસિયયલ ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે વધુ એક ટ્વિટર એકાઉન્ટ હેક થયુ હતું. ભારતનાં પડોશી દેશ નેપાળના પ્રધાનમંત્રીનું ઓફિસિયલ એકાઉન્ટ હેક કરવામાં આવ્યુ હતું. આ એકાઉન્ટ પર બ્લર નામનું એકાઉન્ટ દેખાઈ રહ્યુ હતું જે બિન ફંજીબલ ટોકન માર્કેટપ્લેસનું છે.







વડાપ્રધાનના એકાઉન્ટ પર લખેલી બાયો પણ હટાવીને નવી બાયો લખી હતી તેમજ ટ્વિટને પીન પર કરવામાં આવી હતી.  નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 6 લાખ 90 હજારથી વધુ ફોલોઅર્સ છે. જોકે હવે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલના સત્તાવાર ટ્વિટર હેન્ડલને સવારે 7 વાગ્યા સુધી સુધારી દેવામાં આવ્યું છે. પહેલાની જેમ હવે તેના પર પીએમઓ લખેલું દેખાઈ રહ્યું છે. જોકે હેકર્સ ધરાવતું ટ્વિટ હજી પણ દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી નેપાળના વડાપ્રધાન દ્વારા હેકર્સ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application