ગોલ્ડન બોય નીરજ ચોપરાએ એક મહિનાની ઈજામાંથી સાજા થયા બાદ મેદાન પર જોરદાર વાપસી કરી છે. લોઝેન ડાયમંડ લીગમાં પોતાના 'ગોલ્ડન આર્મ'નો જાદુ બતાવતા તેણે ફરી એકવાર 87.66 મીટરના અંતરે જેવલીન ફેંકી ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. તેનો આ વર્ષનો બીજો અને 8મો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ છે. અગાઉ તે દોહા ડાયમંડ લીગમાં પણ રમી ચુક્યા છે. નીરજ ચોપરાએ પ્રથમ રાઉન્ડમાં ફાઉલથી શરૂઆત કરી હતી. તે જ સમયે, જર્મનીના જુલિયન વેબરે 86.20 મીટરના થ્રો સાથે લીડ મેળવી હતી.
પ્રથમ રાઉન્ડના અંતે નીરજ ટોચના ત્રણ ખેલાડીઓમાં પણ નહોતો. ત્યારબાદ બીજા પ્રયાસમાં નીરજે 83.52 મીટરનો થ્રો કર્યો. જોકે, બીજા રાઉન્ડના અંતે પણ જુલિયન લીડમાં હતો. આમ છતાં નીરજની રેન્કિંગમાં સુધારો થયો અને તે ત્રીજા નંબરે પહોંચી ગયો. નીરજે ત્રીજા પ્રયાસમાં 85.02 મીટરનો સ્કોર કર્યો હતો. આ થ્રો સાથે તે બીજા નંબર પર પહોંચી ગયો. જોકે, જુલિયન હજુ પણ 86.20 મીટરના થ્રો સાથે લીડ જાળવી રાખ્યો હતો. નીરજે ચોથા પ્રયાસમાં ફાઉલ કર્યો હતો. પાંચમા પ્રયાસમાં, નીરજના 'ગોલ્ડન આર્મ' એ પોતાનો જાદુ ચલાવ્યો અને 87.66 મીટરનો થ્રો હાંસલ કર્યો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500