ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ (એસ.એસ.સી.) અને ધોરણ-૧ર (એચ.એસ.સી) વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહના નિયમિત રીપીટર/પૃથ્થક/ખાનગી ઉમેદવારોની તા.૧૦થી ૧૪ જુલાઇ-૨૦૨૩ દરમિયાન પરીક્ષા યોજાનાર છે. પરીક્ષા દરમિયાન શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ પરિક્ષાઓનું સરળ સંચાલન થાય એ હેતુસર સુરત શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામાં દ્વારા જરૂરી પ્રતિબંધો ફરમાવ્યા છે.
જે અન્વયે પોલીસ કમિશનરેટ વિસ્તારની ૭૦ શાળાઓના વિસ્તારમાં પરીક્ષા સમય દરમ્યાન પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટરના ઘેરાવામાં ચાર કે તેથી વધુ માણસોની સભા/સરઘસ કાઢવા પર કે વાહન પાર્ક કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવતા ઝેરોક્ષના સેન્ટરો પરીક્ષા દરમિયાન બંધ રાખવા, આ વિસ્તારમાં વાહનો ઊભા રાખવા પર પ્રતિબંધ છે. પરીક્ષા કાર્યમાં રોકાયેલ વ્યક્તિઓ અને સરકારી નોકરી અથવા રોજગારમાં ફરજ ઉપર હાજર હોય એવા વ્યક્તિ આ લાગુ પડશે નહીં. આ હુકમનો અમલ તા.૧૦ જુલાઇથી ૧૪ જુલાઇ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application