આથી ભારતીય ટપાલ વિભાગના માનવંતા ખાતા ધારકોને જણાવવાનું કે, ભારત સરકારના હુકમ નં. 13/2019 તારીખ 12-12-2019 અનુસાર પોસ્ટ બચત ખાતા ધારકે, પોતાના બચત ખાતામાં લઘુત્તમ જમા રાશિ રૂપિયા 500/- જાળવી રાખવી આવશ્યક છે.
જો તેમ નહીં કરવામાં આવે તો, વાર્ષિક રૂપિયા 118/- (100/- સર્વિસ ચાર્જ + 18/- જીએસટી) મેઈન્ટેનન્સ (નિભાવણી) ચાર્જ તરીકે આપના ખાતામાંથી ઓટો ડેબિટ (Auto Debit)ની સુવિધા મારફતે કાપવામાં/વસુલવામાં આવશે અને ત્યારબાદ ખાતામાં જ્યારે શૂન્ય (ઝીરો) બેલેન્સ થશે ત્યારે આપનું ખાતું આપોઆપ બંધ થઈ જશે.
આથી, આપના બચત ખાતા સંબંધિત લેવડ – દેવડના વ્યવહાર અંગે કોઈપણ અગવડતા અથવા સમસ્યા ન ઉદભવે તે હેતુથી બચત ખાતામાં ઓછામાં ઓછું 500/- રૂપિયા બેલેન્સ રાખવું આવશ્યક છે. જેની તમામ બચત ખાતા ધારકોએ નોંધ લેવી. તેમ સિનિયર સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500