નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા નજીક પારડીથી ચાંદલાની વિધિ પતાવી ટેમ્પોમાં પરત ફરી રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો. આ અક્સમાતમાં ટેમ્પોમાં સવાર 9 જેટલા લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. આથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. જો કે,સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરના ઓરિયા મોરિયા વિસ્તારમાંથી વલસાડ નજીકના પારડીથી ચાંદલાની વિધિ પૂર્ણ કરી કેટલાક લોકો છોટા હાથી ટેમ્પોમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે ગોયેંદી ગામ પાસે ટેમ્પોના ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આથી પાછળ બેઠેલા 15 પૈકી 9 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. અક્સમાતની ઘટના બનતા સ્થાનિક લોકોનું ટોળું ઘટના સ્થળે ભેગું થયું હતું. સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા માટે મદદ કરી હતી. સદનસીબે,અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ નોંધાઈ નથી.આ અકસ્માતને પગલે બીલીમોરા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત કેવી રીતે સર્જાયો સહિતની માહિતી મેળવી હતી. હાલ ઇજાગ્રસ્તો લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application