નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 2 મહિના પહેલા એક સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી,જેમાં 14 વર્ષીય અને ધો. 10માં અભ્યાસ કરતી એક કિશોરીને ગામમાં જ રહેતા બે યુવાનોએ અવાવરૂ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ખેરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ કેસમાં પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે અને તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ,ખેરગામ તાલુકાના એક ગામમાં ફરિયાદી શખ્સ પત્ની, દીકરો અને દીકરી સાથે રહે છે અને મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. લગભગ 2 મહિના પહેલા તેમની ધો.10માં અભ્યાસ કરતી દીકરીને ગામના જ બે યુવાન મિલન પટેલ અને હિરેન ઉર્ફે હિલ્યો પટેલ એક અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. ત્યારે આરોપીઓ સાથે એક અન્ય સગીર પણ હતો. આરોપીઓએ વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે સાથે આવેલા સગીરે દુષ્કર્મવાળા સ્થળે બહાર પહેરો ભર્યો હતો.ફરાર આરોપીઓને પોલીસે ઝડપ્યાઆ મામલે ખેરગામ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આથી પોલીસે ફરાર આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ આદરી હતી. ત્યારે હવે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે સગીરની અટકાયત કરી છે. બંને આરોપીઓ સામે દુષ્કર્મનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application