નવસારીના સાતેમ ગામ ખાતે રહેતા રાજેશભાઈ અમ્રરતભાઈ પટેલ ઘર બંધ કરી પત્ની તથા પુત્ર સાથે ભરૂચ ખાતે પોતાના સંબંધી ને ત્યા ગયા હતા.જ્યા ગામમાં રહેતા અન્ય સંબંધીનો ફોન આવ્યો હતો ને ફોન કરનાર સંબંધી એ જણાવ્યું હતું કે,તેમના ઘરના તાળા તૂટયા છે અને ઘરમાં ચોરી પણ થઈ છે.
જેને પગલે રાજેશભાઈ તુરંત ભરૂચથી પોતાના ઘરે સાતેમ ગામ આવા નીકળી ગયા હતા અને ત્યાર બાદ તપાસ કરતા આગળનું મુખ્ય દરવાજાનું તાળું તૂટેલુ હતું અને ઘરના રસોડા પાસે રાખેલ લોખંડના કબાટનું પણ તાળું તોડી તેમાં રાખેલ સોનાના બે સેટ, સોનાની ચેન તથા સોનાની બુટ્ટી એમ મળી કુલ સાત તોલાની ચોરી થઈ હતી જેની કુલ રકમ 1,68,142/- રૂપિયાની ચોરી થઈ હોવાનુ જણાવ્યું હતું જેને પગલે ઘરના માલિક રાજેશભાઈ એ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી.
પોલીસ સ્થળ પર પહોંચી પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500