Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : એક સાથે 1100 લોકોના રાજીનામાંના પગલે ભાજપમાં હડકંપ મચ્યો

  • August 01, 2022 

નવસારીમાં મંદિર તોડવા મુદ્દે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નવસારીમાં  સર્વોદય સોસાયટીમાં ગેરકાયદેસર મંદિર તોડવાનો મુદ્દો વિવાદિત બન્યો હતો.મંદિર તોડવાના મુદ્દે  સોસાયટીની મહિલાઓ અને પુરુષો મળી 1100 જેટલા લોકોએ  કમલમ પહોંચી રાજીનામાં આપતા હડકંપ મચી ગઈ છે.જેને લઇ હવે ભાજપમાં ભડાકો થયો છે.



નવસારીમાં નવસારી અર્બન ડેવલોપમેન્ટ અથોરીટી - NUDA દ્વારા મંદિર તોડી પોલીસ દ્વારા મહિલાઓ પર દમન કરવાના મુદ્દે આક્રોશના પગલે આ રાજીનામાં અપાયા છે. એક સાથે 1100 લોકોના રાજીનામાંના પગલે ભાજપમાં હડકંપ મચ્યો છે. એક સાથે મોટી સંખ્યામાં રાજીનામાં પડતા ભાજપના ધારાસભ્ય અને ભાજપ સંગઠન મૂંઝવણમાં મુકાયું છે.મહત્વનું છે કે નવસારી જિલ્લા ભાજપ સંગઠન આગામી સમયમાં પ્રજાની સાથે રહીને બનતી મદદ કરશે તેવી હૈયા ધરપત પણ આપી હતી.આ સમગ્ર બાબતે જિલ્લા તંત્ર, NUDA  અને પ્રજાની વચ્ચે ભાજપ સંગઠને પીસાવા સમાન દ્રશ્યો કમલમ ખાતે સર્જાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application