રાજ્યમાં ફરી એકવાર ચડ્ડી બનિયાન ગેંગ સક્રિય થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નવસારી નજીક એરુ રોડ પાસેની એક સોસાયટીમાં ચડ્ડી બનિયાન ગેંગના સભ્યો રાત્રિના સમયે ત્રાટક્યા હતા અને સોસાયટીના એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી અંદાજે કુલ 3 લાખ રૂપિયાની મતા ચોરી ફરાર થયા હતા. આ સમગ્ર ઘટના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.મળતી માહિતી મુજબ, નવસારી પાસેના એરુ રોડ નજીક આવેલી અંકુર પાક સોસાયટીમાં બેન્કર નિલેશ પટેલ પરિવાર સાથે રહે છે.8 મેની રાતે નિલેશભાઈ અમને તેમનો પરિવાર ઘરના ઉપરના માળે સૂતો હતો. ત્યારે મોડી રાતે કેટલાક તસ્કરો ચડ્ડી અને બનિયાનમાં, મોઢે રૂમાલ બાંધી ત્યાં આવ્યા હતા અને નિલેશભાઈના ઘરમાં પ્રવેશી નીચેના રૂમમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ અંદાજે રૂ.3 લાખની મતા ચોરી ફરાર થયા હતા.
અન્ય સોસાયટીમાંથી પણ ચોરી કરી
આ સિવાય તસ્કરોએ અન્ય એક સોસાયટી સાઈ ગાર્ડનમાં પણ એક ઘરમાંથી 12થી 15 તોલા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની માહિતી મળી છે. ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી, જેમાં ચડ્ડી અને બનિયાનધારી કેટલાક શખ્સો મોઢે રૂમાલ બાંધેલા દેખાઈ રહ્યા છે. આ મામલે જલાલપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને પકડવા તજવીજ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500