નવસારીના ગ્રીડ પાસે ત્રીજા ટ્રેક પર બંધ પડેલા હાઇવા વાહનની આસપાસ રિફલેક્ટર નહીં મુકતાં રાત્રીના સમયે પાછળથી એક ટ્રક અથડાઈ જતા ડ્રાઇવરનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મજુબ,સુરતના ભરત યશવંત પાટીલે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ,તેમની ટ્રાન્સપોર્ટેશનની ટ્રક લઈને મૂળ મધ્યપ્રદેશના અને ડ્રાઇવર તરીકે નોકરી કરતા રામાયણસિંહ ઉર્ફે પિન્ટુ દેવનાથસિંહ બોરીયાચ ટોલનાકાથી સુરત તરફ આવી રહ્યા હતા.ત્યારે નવસારી ઓવરબ્રિજ ગ્રીડ પાસે ત્રીજા ટ્રેક પર બંધ પડેલી હાઇવા ટ્રકની નજીક કોઈ પણ રિફ્લેક્ટર મુકવામાં આવ્યું નહોતું. આથી રામાણસિંહની ટ્રક હાઇવાની પાછળ અથડાઈ હતી. અકસ્માતમાં રામાયણસિંહને ગંભીર ઇજાઓ થઈ હતી. આથી રામાયણસિંહને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે રામાયણસિંહને સુરત સિવિલ લઈ જવાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા હાઇવાના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application