Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : દિન-દહાડે ઘરમાંથી સાડા આઠ તોલા સોનું ચોરાયું

  • December 30, 2020 

નવસારી જીલ્લાના કબીલપોર વિસ્તારના શિવનગર સોસાયટીના ઘર નંબર ડી/૨૯ માં ધોળા દિવસે થયેલ ચોરી અંગે નવસારી ગ્રામ્ય પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ આ ઘરમાં પરિવાર સાથે રહેતા પરેશભાઈ નાગરભાઈ પટેલ તેમના સંબંધીને ત્યા સામાજિક પ્રસંગમાં બપોરના સમયે હાજરી આપવા ગયા હતા અને મોડી સાંજે પરત ફર્યા તે સમયે તેમના ઘરનો મુખ્ય દરવાજાનું તાળું તૂટી નીચે પડેલ હતું જેથી તેમને ઘરમાં પ્રવેશ કરી જોયું તો શયનખંડમાં રાખેલ લાકડાનો કબાટનું તાળું પણ તૂટેલું હતું અને તેમાં તપાસ કરતા કબાટમાં રાખેલ સોનાનું હીરા જડિત મંગલસુત્ર,સોનાનો પાટલો,સોનાનું મંગલસુત્ર,સોનાનો સેટ એમ કુલ મળી સાડા આઠ તોલા સોનાના દાગીના જેની કીંમત રૂપિયા ૧,૨૭,૫૦૦/- કોઈ અજાણ્યા ઈસમો ઘરનું તાળું તોડી ચોરી કરી ગયા હોવાનું નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. જે બનાવ અંગે પોલીસે સ્થળ ઉપર પહોચી ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્કોડની મદદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.(સાંકેતિક ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application