સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ, સમાજ સુરક્ષા ખાતુ, ગુજરાત રાજય સરકાર ઘ્વારા ૦ થી ૧૮ વર્ષ સુધીના અનાથ નિરાધાર બાળકો માટે ‘‘પાલક માતા-પિતા યોજના’’ અમલમાં છે. આથી જે બાળકના માતા-પિતા મૃત્યુ પામ્યા હોય તથા જે બાળકના પિતાના મૃત્યુ બાદ માતાઍ પુનઃલગ્ન કર્યા હોય તેવા નિરાધાર બાળકો જેઓ પોતાના મામા-મામી, કાકા-કાકી, દાદા-દાદી, નાના-નાની, ફોઇ-ફુવા, માસા-માસી અથવા અન્ય સબંધી પાલક વાલી સાથે રહેતા હોય તેઓને જરૂરી પુરાવા રજુ કર્યેથી માસિક રૂ.૩૦૦૦/- નો લાભ મળવાપાત્ર છે. હાલમાં નવસારી જિલ્લામાં ૩૫૭ બાળકો આ યોજનાનો લાભ લઇ રહયાં છે.
અરજીપત્રક સાથે રજુ કરવાના પુરાવામાં પાલક વાલીનો આવકનો દાખલો, ગ્રામ્યકક્ષાઍ રૂ.૨૭૦૦૦/- અને શહેરીકક્ષાઍ રૂ.૩૬૦૦૦/- કે તેથી વધુનો મામલતદારશ્રીનો આવકનો દાખલો, બાળકના માતા-પિતાના મરણનાં દાખલા તથા પિતાના મૃત્યુ બાદ માતાઍ પુનઃલગ્ન અંગેના સરપંચશ્રીનો પંચકયાસ અને સોગંદનામુ રજૂ કરવાનું રહેશે. પાલક વાલીનો બાળક સાથેનો ઓળખપત્ર તેમજ આધારકાર્ડની નકલ, બાળકનો જન્મનો દાખલો, અરજદારનું બાળક સાથેનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, શાળાના પરિણામપત્રો દર વર્ષે રજૂ કરવાનું રહેશે. જા બાળક નાપાસ થાય તો સહાય બંધ કરવામાં આવશે. આંગણવાડીમાં જતા બાળકો માટે પોગ્રામ ઓફિસરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
નવસારી જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, આપના પરિવાર, સમાજ કે આસપાસમાં અનાથ/નિરાધાર બાળકો હોય તો તેઓઍ આ યોજનાનો લાભ લેવા જિલ્લા બાળ સુરક્ષા ઍકમ, જિલ્લા સેવા સદન, બ્લોક-સી, પહેલો માળ, જુનાથાણા, નવસારી ફોન નંબર (૦૨૬૩૭) ૨૮૧૪૪૦ તથા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ખુંધ, સાતપીપળા, આઇ.ટી.આઇ.ની પાછળ, ચીખલી, જિ.નવસારી તેમજ www.esamajkalyan.gujarat.gov.in નો સંપર્ક સાધવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી હેમલતા ગંજી ઘ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500