Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ

  • January 28, 2021 

સચિવશ્રી રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા નવસારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચુંટણી યોજવા માટેનો વિગતવાર કાર્યક્રમ તા.૨૩/૦૧/૨૦૨૧ ના રોજ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

અ.ન.                   વિગત                               જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકા

 

(૧) ચૂંટણીની જાહેરાતની તારીખ                                       ૨૩/૦૧/૨૦૨૧

(૨) જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તારીખ.૦૮/૦૨/૨૦૨૧

(૩) ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ.૧૩/૦૨/૨૦૨૧

(૪) ઉમેદવારી પત્રોની ચકાસણી માટે તારીખ.૧૫/૦૨/૨૦૨૧

(૫) ઉમેદવારી પાછી ખેîચી લેવા માટેની છેલ્લી તારીખ.૧૬/૦૨/૨૦૨૧

(૬) મતદાનની તારીખ.૨૮/૦૨/૨૦૨૧ (રવિવાર)

 

 

                                                                               સવારના ૭-૦૦ થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી

(૭) પુનઃ મતદાનની તારીખ (જા જરૂરી હોય તો) ૦૧/૦૩/૨૦૨૧

(૮) મતગણતરીની તારીખ. ૦૨/૦૩/૨૦૨૧

(૯) ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ.૦૫/૦૩/૨૦૨૧

 

 

 

નવસારી જિલા પંચાયત તથા નવસારી/જલાલપોર/ગણદેવી/ચીખલી/વાંસદા/ખેરગામ તાલુકા પંચાયતની બેઠકો તથા નવસારી-વિજલપોર અને ગણદેવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની તા.૨૩/૦૧/૨૦૨૧ ના રોજ જાહેરાત થતાં ચૂંટણી હેઠળના વિસ્તારોમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલમાં આવે છે. જે આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ચૂંટણીમાં ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે પોતાનો ગુન્હાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલ્કત અને દેવા બાબતનું સોગંદનામું ચૂંટણી અધિકાર સમક્ષ રજૂ કરવાનું રહેશે. અરજદાર ઉમેદવારી સબંધિત ચૂંટણી અધિકારીની કચેરીઍથી મેળવી શકાશ અથવા રાજય ચૂંટણી આયોગની વેબસાઇટ પરથી ડાઉનલોડ પણ કરી શકાશે (આયોગની વેબસાઇટ http:sec-gujarat.gov.in)

 

 

 

 

આ ચૂંટણીમાં મતદાન સમયે, મતદારે ભારતના ચૂંટણીપંચ દ્વારા આપવામા આવેલ ઓળખપત્ર (ઍપિક) રજૂ કરવાનું રહેશે પરંતુ વ્યાજબી કારણસર રજૂ કરી શકે તેમ ન હોય તો સબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર, રાજય ચૂંટણી આયોજના આદેશ મુજબ ફોટાવાળા દસ્તાવેજા પૈકી કોઇ ઍક દસ્તાવેજ રજૂ કરી શકાશે. રાજય ચૂંટણી આયોગે ચૂંટણી માટેના મતદાનનો સમય સવારે ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધીનો નકકી કર્યો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને મતદારો નિર્ભર રીતે મતદાન કરી શકે તે અંગે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ સુનિશ્તિ કરવામાં આવશે. નગરપાલિકાઓ/જિલ્લા/તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ વીજાણુ મતદાન યંત્રો(ઇવીઍમ) દ્વારા કરવામાં આવશે.

 

 

 

કોવિડ-૧૯ મહામારીના પ્રતિરોધક પગલાં લેવા માટે આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહી રાજય ચૂંટણી આયોગ દ્વારા માર્ગદર્શિકા સાથે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજય ચૂંટણી આયોગ મતદારોને પાયાની લોકશાહીને વધુ મજબૂત કરવા પોતાનં મતાધિકારનો ઉપયોગ કરી, મતદાન કરવા નોડલ અધિકારી, રાજય ચૂંટણી આયોગ અને નિવાસી અધિક કલેકટર નવસારી દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application