નવસારીના ગણદેવી તાલુકાના કછોલ ગામમાંથી ઍક માતાઍ ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં કોલ આવેલ કે હું અને મારી દીકરી ઘરકામ કરવા ગયા હતાં. તે દરમિયાન મારી દીકરી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે જેથી તેને સમજાવવા માટે મદદની જરૂર છે.
૧૮૧ મહિલા હેલ્પલાઇનને મળતી માહિતી મુજબ માતા નીતાબેન (નામ બદલેલ છે) જણાવે છે કે મારી ત્રણ દિકરી છે મોટી દિકરીના ઍપ્રિલ માસમાં લગ્ન છે અને પ્રિયંકા (નામ બદલેલ છે ) બીજા નંબરની દિકરી છે તે ફળિયામાં રહેતાં ઍક યુવક સાથે પ્રેમસંબંધમાં છે લગ્નની વય થતા તેના માટે પણ યોગ્ય પાત્ર મળે તો લગ્ન કરી દઈઍ પરંતુ તે ફળિયાના યુવક સાથે લગ્ન વિના ભાગી ગઈ છે. પ્રિયંકાઍ જણાવેલ કે જો આ યુવક સાથે મારી લગ્ન નહીં થાય તો હું આત્મહત્યા કરી લઇશ તેવી ધમકી આપે છે. પ્રિયંકાની ઉંમર હાલ ૧૯ વર્ષની છે જયારે તે યુવકની ઉંમર ૨૦ વર્ષની છે લગ્ન માટે યુવકની ઉંમર નાની છે જેથી ઉંમરલાયક થાય ત્યાં સુધી બંને પોતાના પરિવાર સાથે રહેશે. ૧૮૧ ટીમે પ્રિયંકાને સમજાવેલ કે આત્મહત્યા ઍ છેલ્લું પગલું નથી અને તેમના પરિવારને સમજાવેલ કે તેમને કોઇ દાબદબાણ કે મારઝૂડ કરે નહિ પ્રિયંકાના લગ્ન તેના મરજી વિરૂધ્ધ નહી કરે જયારે ઉંમર થશે ત્યારે લગ્ન કરી આપશે તેમ જણાવી ગામના વડીલો તથા સરપંચની હાજરીમાં સમાધાન કરી, પ્રિયંકાને તેના માતાને સોપવામાં આવી હતી. પ્રિયંકાના પરિવારજનોઍ અભયમ ટીમનો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application