બિપરજોય વાવાઝોડાને પગલે દરિયા કાંઠાનાં ગામોને વહીવટી તંત્રએ એલર્ટ કર્યા બાદ નવસારી જિલ્લા વહીવટી તંત્રએ દાંડી અને ઉભરાટનાં બીજને સહેલાણીઓ માટે તારીખ 10થી 12 જૂન સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સાબદુ બન્યું છે, વાવાઝોડું ત્રાટકે તો આગમચેતીના પગલાં શું લઈ શકાય તેને લઈને નવસારી જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. જિલ્લાનાં 52 કિલોમીટરના દરિયા કાંઠા ઉપર ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સાગર ખેડુઓને પણ દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. નવસારીનાં દાંડી અને ઉભરાટ દરિયા કિનારાઓ અતિ લોકપ્રિય છે જેમાં દૂર દૂરથી સહેલાણીઓ ગરમીથી મુક્તિ મેળવવા માટે આવે છે. પરંતુ બિપરજોય નામના વાવાઝોડા જોતા નિવાસી અધિક કલેક્ટર દ્વાર જાહેરાત કરી દરિયા કાંઠા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી સહેલાણીઓને બીચ પર જવા મનાઈ ફરમાવી છે. વાવાઝોડાની મુસીબતને જોતા સહેલાણીઓ પણ થોડા સમય માટે દરિયા કાંઠાથી દૂર રહે તે જરૂરી બન્યું છે તંત્રને સહયોગ આપી દરિયા કાંઠાથી ગ્રામજનો, સાગર ખેડુઓ અને સહેલાનીઓ દૂર રહે તે માટે વહીવટી તંત્ર અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application