નવસારીમાં વનવિભાગના ઉચ્ચ અધિકારીને લૂટવાના પ્રયાસ કરવા મામલે મહિલા સહિત 5 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે વધુ પૂછપરછ માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાલ 2022માં નવસારી વન વિભાગના ઉચ્ચ અધિકારી પત્ની અને ડ્રાઇવર સાથે વન પ્રવાસ દરમિયાન નિરિક્ષણ માટે ગયા હતા. ત્યારે તેમને લૂંટવા માટે વન વિભાગ સાથે સંકળાયેલા કેટલાક ભેજાબાજોએ કથિત પત્રકારો સાથે પ્લાન ઘડ્યો હતો. જે મામલે વન વિભાગના ઉચ્ચ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ, સાલ 2022માં નવસારી વન વિભાગના ઉચ્ચ અધિકારી ઉમેશવર સિંહ પત્ની અને ડ્રાઇવર સાથે વન પ્રવાસ દરમિયાન નિરિક્ષણ માટે ગયા હતા. ત્યારે વન વિભાગ સાથે સંકળાયેલા કેટલાક ભેજાબાજોએ ઉમેશવર સિંહને લૂંટવા માટે કથિત પત્રકારો સાથે મળી પ્લાન ઘડ્યો હતો. જે હેઠળ એક રસ્તા પર ઉચ્ચ અધિકારીની કારને આંતરી એસીબીની ઓળખ આપી ભેજાબાજોએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે,વન વિભાગના ઉચ્ચ અધિકારી જેમ તેમ કરીને પોતાનો બચાવ કર્યો હતો અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓ 10 દિવસના રિમાન્ડ પર
વન વિભાગના ઉચ્ચ અધિકારની ફરિયાદના આધારે નવસારી એલસીબી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અને હવે આ મામલે એક મહિલા સહિત પાંચ કથિત પત્રકારોની ધરપકડ કરી છે. માહિતી મુજબ, પોલીસે વધુ પૂછપરછ માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. નવસારી એલસીબી પોલીસે આ મામલે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500