નવસારીના નેશનલ હાઇવે નં.48 નજીક આવેલા વેસ્મા ગામ પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ, ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા ટેન્કરમાં ભરેલું એસિડ રસ્તા પર ઢોળાયું હતું. આ કારણે હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જો કે,અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
ટ્રકચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત
મળતી માહિતી અનુસાર, નવસારીના નેશનલ હાઇવે નં. 48 નજીક આવેલા વેસ્મા ગામ પાસે એક ટ્રક અને એસિડ ભરેલા ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક તપાસ મુજબ, અમદાવાદથી આવતા ટ્રકના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવતા એસિડ ભરેલા ટેન્કર સાથે ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. આથી ટેન્કરમાં ભરેલું એસિડ રસ્તા પર ઢોળાયું હતું. આ અકસ્માતને પગલે લોકોની ભીડ એકત્ર થઈ હતી.એસિડ રોડ પર ઢોળાતા એક કિલોમીટર સુધી તેની અસર જોવા મળી હતી. જ્યારે હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો. જો કે,સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો. સાથે જ વધુ કાર્યવાહી હાથ ધરી છે. જો કે એસિડની લોકોને ન થાય તે માટે રસ્તા પર ઢોળાયેલા એસિડ પર રેતી નાખવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500