નવસારીમાં આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકર્તા પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.વિજલપોરમાં રહેતા આપના કાર્યકર પર કાગડીવાડ પાસે કેટલાક શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. લોખંડના પાઇપથી મારતા આપના કાર્યકરને ગંભીર ઈજાઓ થઈ હતી.આથી આપ કાર્યકર્તાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને હાલ તે આઈસીયુમાં સારવાર હેઠળ હોવાની માહિતી છે.
મળતી માહિતી મુજબ,વિજલપોરમાં રહેતો ગોપાલ જાગતાપ આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તા છે.કાગડીવાડ પાસે ગોપાલભાઈ સાથે કેટલાક યુવાનોએ બોલાચાલી કરી હતી અને પછી લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જોકે,સ્થાનિક લોકો વચ્ચે પડતા ગોપાલભાઈને છોડાવ્યા હતા. ત્યાર બાદ ઇજાગ્રસ્ત ગોપાલભાઈને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ મામલે ગોપાલભાઈના પિતાએ હુમલાખોર ત્રણ યુવાન ત્રણ યુવાનો સિદ્ધુ થોરાટ,આકાશ આમરે અને યુર ઉર્ફે કોક્રોચ વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.તેમની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે,જેના આધારે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500