નવસારી શહેરના મધ્ય વિસ્તારમાં ટાવરની પાછળ બંધારવાડ ખાતે રહેતો અને મધુમતીમાં વડાપાંવની લારી ચલાવતો યુવાન કલ્પેશ નવિનચંદ્ર ભાવસારે સતત મહેનત કરી પોતાનો વેપાર જમાવ્યો હતો. પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનના કારણે તેનો વેપાર બંધ થઈ ગયો હતો.
ત્યારબાદ અનલોકનો તબ્બકો શરૂ થતા ફરીથી વડાપાંવની લારી શરૂ કરી હતી અને પહેલા જેવો સારો વેપાર ન મળતા કલ્પેશ હતાશ થઈ ગયો હતો અને તેણે પોતાના ઘરમાં ઉંદર મારવાની દવા પી લીધી હતી. જેની જાણ તેના પરિજનોને તથા યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પીટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પર ઉપર હાજર ડોકટરે બનાવ અંગે ટાઉન પોલીસમાં જાણ કરતા પોલીસે હોસ્પીટલ ખાતે પહોંચી હતી અને આત્મહત્યાના પ્રયાસ અંગે જાણી નોંધ કરી હાલ આગળની તપાસ હાથધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application