દમનથી સુરત જતા એક ટાટા ટેમ્પોના ચાલકની નવસારી પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે ટેમ્પો ચાલકને દારુ સાથે ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચને મળેલ માહિતી મુજબ પેટ્રોલિંગ કરી રહેલ ટીમને ચીખલી નજીક દમનથી સુરત લઈ જતા ટેમ્પો મળી આવ્યો હતો જેમા ટેમ્પાના પાછળના ભાગે ચોરખાનામા સંતાડેલ ભારતીય બનાવટની વિદેશી દારુની 2064 બોટલો મળી આવી હતી. જેની કિમત 3,12,000/- હતી.
જે અંગે પોલીસે ટેમ્પો ચાલક દત્તાત્રેય ગરબડ પવાર (૩૯,રહે.નાની દમન) ને પુછતા જાણવા મળ્યુ હતુ કે દમન ખાતે રહેતા નરેશ ચંદ્રશેખર યાદવે ટેમ્પામા વિદેશી દારુનો જથ્થો ભરાવી આપ્યો હતો અને સુરતના કડોદરા ખાતે આપવાનો જણાવ્યુ હતુ. જેને લઈ પોલીસે દારુનો જ્થ્થો, ટાટા ટેમ્પો,રોકડા રુપીયા, તથા મોબાઈલ ફોન સહીત કુલરૂપિયા 7,13,000/- સાથે ટેમ્પો ચાલકની અટક કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500