સમગ્ર નવસારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી અંતર્ગત ૬ થી ૧૮ વર્ષની વયજૂથના કદી શાળાઍ ન ગયેલા અને શાળામાંથી અધવચ્ચેથી ઉઠી ગયેલા ૬ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોની ઓળખ માટે કોવિડ-૧૯ ની ગાઇડલાઇનનું પાલન કરી, સર્વે ડિસેમ્બર-૨૦૨૦ થી શરૂ થનાર છે.
નવસારી ગ્રામ્ય અને શહેરી વિસ્તારની આસપાસ કે જયાં સ્લમ વિસ્તાર, ઝુંપડપટૃ વિસ્તાર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, ફેકટરી વિસ્તાર, વર્કસાઇટ કે જયાં રાખડત-ભટકતા, ચાની કિટલી પર કામ કરતાં બાળકો જાવા મળે તો આ બાળકોને નજીકની સરકારી શાળામાં અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૧૭૦૯ જાણ કરી બાળકોના શિક્ષણમાં સહભાગી થવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પંચાયત નવસારી દ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500