નવસારી જિલ્લાની જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેકટર કચેરીનાં સભાખંડ ખાતે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં નવસારી ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક ઉપસ્થિત રહયાં હતા. આ બેઠકમાં જિલ્લા કલેકટર સંકલનના તમામ અધિકારીશ્રીઓને ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં આવતા અરજદારશ્રીઓના પ્રશ્નોનું હકારાત્મક અભિગમ સાથે નિરાકરણ લાવવા જણાવ્યું હતું. સાથે, બેઠકમાં પડતર અરજીઓ, તુમારો, પેન્શન કેસો, ખાતાકીય તપાસના કેસો અને સરકારી લ્હેણાની વસુલાત સહિતના મુદ્દાઓની કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application