સુરત રેન્જ આઈ.જી.ની ઓપરેશન ગ્રુપની ટીમે કરેલ કામગીરી અંગે મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ ટીમને મળતી બાતમીના આધારે નવસારી સુરત રેન્જ અન્ય પોલીસ મથકોમાં પ્રોહિબીશનના ગુનામાં નાસતો-ફરતો બુટલેગર સલીમ ઉર્ફે નાનલી ઈબ્રાહિમ શેખ તથા તેનો ભાગીદાર મનીષ ઉર્ફે મનિયો મુન્નીલાલ(બંને રહે.ખારીવાડ,દમણ) એક સીલ્વર રંગની ફોરચ્યુનર કાર નં./જીજે/01/આરએફ/9133માં દારૂનો જથ્થો ભરી સેલવાસથી નીકળ્યો છે અને સુરત તરફ જઈ રહ્યો છે જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે પલસાણા નજીક હાઈવે ઉપર વોચ ગોઠવી હતી.
ત્યારબાદ વર્ણન મુજબની કાર આવતા તેને અટકાવવાનો પ્રયાસ કરતા કારના ચાલકે પોલીસના ખાનગી વાહનને ટક્કર મારી પુરઝડપે નવસારી તરફ હંકારી મૂકી હતી જે કારનો પોલીસ પીછો કરી રહી હતી તે વેળા નવસારી સુરત રોડ ઉપર મરોલી સુગર ફેક્ટરી નજીક ઝડપથી કાર રીવર્સ લેવા જતા રસ્તાની સાઈડમાં ઉતારી જઈ પોલીસ ત્યાં પહોચે તે પહેલા કારમાં દારૂનો જથ્થો ભરીને લઈ જતા ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે કાર નજીક પહોચતા તેમાં પતાસ કરતા દારૂ ટીન બીયરની નાની-મોટી 1318 બોટલો હતી જેની કીંમત રૂપિયા 2,24,600/- નો જથ્થો મળી આવ્યો હતો જેને પગલે પોલીસે દારૂના જથ્થા સાથે ફોરચ્યુનર કાર સહીત કુલ રૂપિયા 10,24,600/-નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર થઈ ગયેલ ત્રણ આરોપીઓ ને વોન્ડેટ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500