નવસારીમાં આજથી 6 જેટવા વર્ષ પહેલા લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં પિસ્તોલ બતાવીને વેપારીને લૂંટનાર આરોપીઓને,આર્મ્સ એક્ટ તેમજ 26 લાખથી વધુની મત્તા ચોરી કરતા આ મામલે 10 વર્ષની સજા કરવામાં આવી છે. જ્વેલર્સના વેપારીને ત્યાં આ લૂંટ ચલાવી હતી. ત્યારે આ મામલે કોર્ટે સજા સંભળાવી છે. નવસારીની આ ઘટના બદલ એડિનશલ સેશન્સ કોર્ટ દ્વારા તમામ 6 આરોપીઓને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. લૂંટની ઘટનાને અંજામ આપવા જતા એક બાદ એક પછી એક આરોપીઓને પકડી કાનૂની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
શું હતી ઘટના
નવસારીમાં 2016માં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવામાં આવતા,ભાગવા જતા એક આરોપી પકડાયો હતો. લોકોનું ટોળું ભેગું થઈ જતા અન્ય સુરજ યાદ સાથેને એક આરોપીને ગોળી વાગી ગઈ હતી. સુરજ યાદવ ઝડપાઈ જતા આ સિવાયના અન્ય 5ને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમની પાસેથી 26 લાખથી વધુના દાગીના લઈને ભાગવા જતા અન્ય આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે આ મામલે કેસ ચાલતા સજા ફટકારવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application