સરકારી વિભાગમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું થાય તે માટે એ.સી.બી દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં સરકારી બાબુએ જાણે કે ન સુધારવાની હઠ પકડી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રોજ બરોજ અનેક સરકારી બાબુ ઓ લાંચ લેતા એ.સી.બી ના હાથે ઝડપાય છે. ત્યારે આજે એ.સી.બી એ મોટી સફળતા મળતા નવસારીના ગણદેવી રોડ પર આવેલ ઇટાળવા ગામમાં આવેલ રાજહંસ થીએટરના પાર્કીંગમાં નવસારીના આ ક્લાસ-૧ જિલ્લા પુરવઠા અધિકારી વિશાલ રાજકુમાર યાદવને રૂપિયા ૧,૦૦,૦૦૦/- ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ એ.સી.બી ને ફરિયાદ કરનાર ફરીયાદી એલ.ડી.ઓ. (લાઇટ ડિઝલ ઓઇલ) અને લુબ્રીકેન્ટ ઓઇલનો વેપાર કરે છે. તા.૦૮/૦૯/૨૦૨૨ના રોજ નવસારીના જિલ્લા પુરવઠા અધિકારએ ફરીયાદીની ટાટા આઇસર ગાડી જેમાં એલ.ડી.ઓ. ભરેલ હતુ, તે ગાડી રોકી લાઈસન્સ, બીલ વિગેરે કાગળો ચેક કર્યા હતા, જે કાગળો ચેક કર્યા બાદ જિલ્લા પુરવઠા અધિકારીએ ફરીયાદીની આઇસર ગાડીને જવા દીધેલ. ત્યારબાદ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૧,૦૦,૦૦૦/- ની માંગણી કરી હતી.
જોકે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરતા આજરોજ નવસારી ગણદેવી રોડ પર આવેલ ઇટાળવા ગામમાં આવેલ રાજહંસ થીએટર પાસે એ.સી.બી એ લાંચના છટકાનું આયોજન કરતા નવસારીના ક્લાસ-૧ અધિકારી વિશાલ રાજકુમાર યાદવએ ઓઈલના વેપારી (ફરીયાદી) પાસેથી રૂ.૧,૦૦,૦૦૦/- લાખની લાંચ માંગી સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500