નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે નદીઓમાં પાણીને આવક વધી છે. જેના કારણે નદીની આસપાસના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. નવસારી જિલ્લા તંત્ર દ્વારા પુરથી અસરગ્રસ્ત નાગરિકોને સ્થળાંતર કરી સુરક્ષિત આશ્રયસ્થાનો ઉપર ખસેડવામાં આવ્યા છે. આજરોજ નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાએ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાડા ગામ ખાતે આશ્રયસ્થાનની મુલાકાત લીધી હતી.
જ્યા સચિવશ્રીએ આશ્રિતો સાથે વાતચીત કરી તંત્ર દ્વારા આપવામાં આવેલ સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. તેમણે આશ્રિતોને તેમના ઘરોમાંથી પાણી ઓસરે નહી જાય ત્યા સુધી આશ્રયસ્થાનો ઉપર જ રહેવા તથા તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો હતો. આ સાથે સચિવશ્રીએ આસપાસના પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લઇ ઉપસ્થિત અધિકારી-કર્મચારીઓને જરૂરી સુચનો કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application