નવસારીના સ્કુલવાન ચાલકોએ આરટીઓના નિયમોને હળવા કરવાની માંગ કરી નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. નવસારી સ્કુલવાન ચાલકોએ નવસારી જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સ્કુલ વાહનમાં બાળકને કોઈ નુકશાની ન થાય કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખે છે. સ્કુલના વિદ્યાર્થીઓને સ્કુલમાં લઈ જવાનું અને લાવવાનું કામ જ જીવનનો આધાર છે.
ત્યારે નવસારી આરટીઓ દ્વારા કેટલાક સખતાઈ ભર્યા પગલા ભરવામાં આવી રહ્યા છે. જેથી નાની સરખી ભૂલ અંતર્ગત આરટીઓ દ્વારા વાહન ડીટેઈન કરવામાં આવે તો વાહન કોર્ટમાંથી મુક્ત કરાવવામાં આર્થિક રીતે પહોંચી શકતા નથી. વાહન ચલાવવાની ગતિ મર્યાદા વધારી આપવા, આરટીઓના નિયમો મુજબ બાળકને બેસાડવાની જે બાળક સંખ્યા નક્કી કરાઈ છે તેમાં રાહત આપવા, ટેક્ષી તથા મેક્ષીનું પાર્સિગ રદ કરાવવા સહિતની માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application