નવસારીની સર જે.જે. પ્રાથમિક શાળામાં “મને ગમતુ પુસ્તક” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સ્પર્ધામાં ધોરણ-૫ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ૧૨ જેટલા બાળકોએ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી. ખૂબ જ જ્ઞાનવર્ધક વિષયોની પસંદગી કરી પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે છટાદાર વક્તવ્યની રજૂઆત કરી દરેકને મંગમુગ્ધ કરી દીધા હતા. શાળાના આચાર્ય શ્રીમતી કડોદવાલાના માર્ગદર્શન હેઠળ શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડવાના તેમજ મુક્તપણે પોતાના વિચારો રજૂ કરવાના ઉદ્દેશ્યથી સ્પર્ધાનું દર વર્ષે શાળામાં બે વખત આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં નિર્ણાયકે બાળકોની છટા, આત્મવિશ્વાસ,વક્તવ્યના વિષયો વગેરેને ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય આપી પ્રથમ, દ્વિતીય, તૃતીય તેમજ આશ્વાસન નંબર આપી સન્માનિત કર્યા હતા. જેમાં પ્રથમ નંબર પર શેરસિયા પરી, દ્વિતીય ટંડેલ વાણી, ઝાલરીયા જીયા, તૃતીય નંબર પટેલ કથન તેમજ આશ્વાસન નંબર સોલંકી નિધી પ્રાપ્ત થયો હતો. વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તેમજ નિર્ણાયક તરફથી ભેટ પણ આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500