Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી એસ.ઓ.જી. પોલીસે ૧૪ વર્ષ પહેલાનો ચોરીનો ભેદ ઉકેલ્યો : ચોરી કરનાર મહિલાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

  • August 01, 2024 

નવસારી ટાઉન વિસ્તારમાં ૧૪ વર્ષ પહેલા સન ૨૦૧૦ના વર્ષમાં બ્યૂટીપાર્લરના કામ માટે આવી મહિલાની ફેસિયલ મસાજ કરવાના બહાને આંખો ઉપર રૂના પૂમડાં મૂકી સોનાના દાગીનાની ચોરી કરનાર મહિલાની એસ.ઓ.જી. પોલીસે સુરતમાંથી ધરપકડ કરી હતી.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સન ૨૦૧૦ના વર્ષમાં નવસારી ટાઉન વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેની બહેનના લગ્ન પ્રસંગ આવનાર હોવાથી ૧૦ દિવસ પહેલા બ્યૂટી પાર્લર કામ કરતી નિલમ પટેલ (રહે.ખારા અબ્રામા, તા.જલાલપોર, નવસારી)ને ઘરે બોલાવી હતી. જોકે નિલમ પટેલે તેને બોલાવનાર મહિલાનું ફેસિયલ મસાજ કરવાના બહાને ચહેરા પર ક્રીમ લગાવી અને આંખો ઉપર રૂના પૂમડાં મૂકી દાગીના ખરાબ થઈ જશે તેમ કહીં ઉતરાવેલા સોનાનું મંગળસૂત્ર અને સોનાની બુટ્ટી મળી પોણા ચાર તોલા સોનાના દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી.


થોડીવાર બાદ ફેસિયલ કરાવનાર મહિલાએ આંખો ખોલતા નિલમ પટેલ નહીં દેખાતા ચોરી થયાનો અહેસાસ થતા ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. હાલમાં નવસારી પોલીસ દ્વારા નોંધાયેલા ગુનાના વોન્ટેડ આરોપીઓને પકડાવા માટેની ડ્રાઈવ ચલાવામાં આવી રહી છે. જે અંતર્ગત નવસારી એસઓજીના પીઆઈ એન.એમ.આહીરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.વાય. ચિત્તેની ટીમે ટેફનિકલ સર્વેલન્સના આધારે ટાઉન પોલીસ સ્ટેશન મથકમાં નોંધાયેલા ગુનાની તપાસ હાથ ધરી મહિલાના સોનાના દાગીના તફડાવી ફરાર થઇ જનાર નિલમ રમેશ પટેલ (મૂળ રહે.ખારા અબ્રામા, તા.જલાલપોર, નવસારી, હાલ રહે.સ્ટાર ગાર્ડન રેસિડન્સી, વરિયાવાડ, ન્યૂ કતતારગામ, સુરત)ને ઝડપી પાડી હતી. એસ.ઓ.જી.ની પ્રાથમિક પૂછપરછમાં નિલમ પટેલે ચોરી કરેલા દાગીના જે તે સમયે અમલસાડના ઝવેરીને વેચી દીધા હોવાની કબૂલાત કરી હતી. બનાવ અંગે વધુ તપાસ નવસારી ટાઉન પોલીસ કરી રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application