Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી પાલિકાએ મોટી આવક ગુમાવી,કારણ જાણો

  • April 27, 2023 

નવસારીમાં છેલ્લા અઢી વર્ષથી વધુ સમયથી પાલિકાના જાહેરાતના હોર્ડિગ અને લાઈટ પોલ નધણિયાત બન્યા છે. કોઈ પણ એજન્સીને જાહેરખબરનો કોન્ટ્રાક્ટ ન અપાતા કેટલીક ખાનગી સંસ્થાઓ દ્વારા મફતિયા જાહેરખબર લગાવવામાં આવી રહી છે. જ્યારે પાલિકાએ હોર્ડિંગ અને જાહેરખબરોથી થતી આવક પણ ગુમાવી છે.


ખાનગી સંસ્થા,રાજકીય પક્ષો ગેરકાયદે મફતિયા જાહેરખબર લગાવે છે

નવસારીમાં નગરપાલિકા તેની માલિકીના સ્થળો પર જાહેરખબર માટેના હોર્ડિંગ લગાવી તેને એજન્સીઓને આપી વર્ષે લાખો રૂપિયાની આવક કરતી હોય છે. પરંતુ,છેલ્લા અઢી વર્ષથી વધુ સમયથી શહેરના વિવિધ સ્થળે લાગેલા હોર્ડિંગ અને શહેરના માર્ગો પર આવેલ પાલિકાના 800 જેટલા લાઈટ પોલ પર જાહેરખબર લગાવવાનો કોન્ટ્રાક્ટ ન અપાતા જાહેરખબર થકી થતી પાલિકાની આવક અટકાઈ છે. જૂનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ નવો કોન્ટ્રાક્ટ ન અપાતા પાલિકાએ જાહેરખબરથી થતી મોટી આવક ગુમાવી છે. જ્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટ ન હોવા છતાં ઘણા હોર્ડિગ અને પોલ ખાલી પર ખાનગી સંસ્થા,રાજકીય પક્ષો ગેરકાયદે મફતિયા જાહેરખબર લગાવી જ જાય છે, જેનો ઉહાપોહ પણ થતો આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application