Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી LCB પોલીસની કામગીરી : ટેમ્પોમાંથી રૂપિયા ૧૩.૫૧ લાખના ઈંગ્લિશ દારૂ મળી આવ્યો, ચાલક ફરાર

  • August 10, 2024 

નવસારી હાઈવે રોડના બલવાડા ઓવરબ્રિજ પાસેથી એલ.સી.બી. પોલીસે સુરત લઇ જવાતો ૧૩.૫૧ લાખના ઈંગ્લિશ દારૂ અને આઇસર ટેમ્પો મળી રૂપિયા ૨૩.૫૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની નાકાબંધી જોઈ ડ્રાઇવર ટેમ્પોને બિનવારસી છોડી ભાગી જવામાં સફળ રહ્યો હતો. નવસારી એલ.સી.બી.ના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ઇંગ્લિશ દારૂની હેરાફેરી અટકાવવા માટે પેટ્રોલીંગમાં હતો.


તે સમયે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર પાર્સિંગના આઈસર ટેમ્પામાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ ભરી મહારાષ્ટ્રની બોર્ડરથી નીકળી સુરત તરફ લઇ જવામાં આવી રહ્યો છે. જેના આધારે એલ.સી.બી.ની ટીમે હાઈવે રોડના ચીખલીના બલવાડા ઓવર બ્રિજ પાસે વોચ ગોઠવી બાતમીના વર્ણનવાળા ટેમ્પાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસને જોતા જ ડ્રાઇવરે ટેમ્પાને પુરઝડપે હંકારી થોડે દુર લઇ જઈ રોડની સાઇડે ટેમ્પાને બિનવારસી હાલતમાં છોડી રાત્રીના અંધકારમાં ફરાર થઇ ગયો હતો. જિલ્લા એલ.સી. બી. પોલીસે ટેમ્પાની તલાશી લેતા તેમાંથી વ્હિસ્કી, વોટકા, બીયર કુલ નંગ ૬૫૮૮ કિંમત રૂપિયા ૧૩,૫૧,૨૦૦ મળી આવતા પોલીસે ઇંગ્લિશ દારૂ અને ટેમ્પો મળી રૂપિયા ૨૩.૫૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઘટના અંગે ચીખલી પોલીસે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application