નવસારી કૃષિ યુનીવર્સીટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગામે પશુપાલન અંગેની ક્ષેત્રિય તાલીમ યોજવામાં આવી હતી. તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.કિંજલ શાહે જણાવ્યું કે, ખેડૂતોને બધા જ વિષયો અંગેની માહિતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મળતી રહે તે માટે કટીબધ્ધ છે.
તેમણે હલકા ધાન્યોથી ખેતી અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી નફાકારક પશુપાલન માટે પશુની પસંદગીથી લઇને વાછરડીનાં સ્વસ્થ ઉછેર સુધીની સઘળી તાંત્રિક માહિતી અને માર્ગદર્શન તાલીમમાં આપવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં ગૃહવૈજ્ઞાનિક નિતલ પટેલે આહારમાં હલકા ધાન્યોનું મહત્વ અને સ્વચ્છતા અંગે વિસ્તૃત સમજ આપી. આ કાર્યક્રમમાં ગામનાં સરપંચ ઢોલુમ્બર દૂધમંડળીનાં પ્રમુખ, ગામના ખેડૂત ભાઇ−બહેનો ઉપસ્થિત રહયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application