Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતી પાકોમાં વૈજ્ઞાનિક અભિગમ માટે ડાયલ આઉટ કોન્ફરન્સ યોજાઈ

  • June 05, 2021 

આઝાદીકા અમૃત મહોત્સવના ઉજવણી પ્રસંગે રીલાયન્સ ફાઉન્ડેશન, નવસારીના સહયોગથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા ઓનલાઇન માધ્યમથી ખેડૂત ડાયલ આઉટ કોન્ફરન્સ યોજાઇ હતી. નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.સી.કે.ટીંબડીયાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર કરીને સર્વે ખેડૂતોને નવીનતમ સુધારેલી ડાંગર તથા અન્ય પાકોની જાત ખેતીમાં ઉપયોગ કરવા પર ભાર મૂકયો હતો. કોરોના મહામારીના સમયમાં ખેડૂતો કેરી તેમજ અન્ય ખેતપેદાશો ઓનલાઇન માધ્યમથી વેચાણ કરી શકે તે માટે યુનિવર્સિટી દ્વારા નવી એપ શરૂ કરવામાં આવી છે તેમ જણાવીને વધુમાં વધુ ખેડૂતો તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરીને તેનો લાભ મેળવવા હાંકલ કરી હતી તથા સતત જળવાયુમાં થતા સતત પરિવર્તનને રોકવા અને હવામાનને શુધ્ધ કરવા વધારે વૃક્ષો વાવવા જણાવ્યું હતું.

 

 

 

 

કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો.કે.એ.શાહે ખરીફ ઋતુમાં ડાંગર તેમજ અન્ય પાકમાં વિવિધ જાતો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી તથા ડાંગરની ખેતીમાં ખર્ચ ઘટાડીને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને વધુ ઉત્પાદન મેળવવાના ચાવીરૂપ પગલાં વિશે છણાવટ કરી હતી. આ ડાયલ આઉટ કોન્ફરન્સમાં વાંસદા તાલુકાના સીણધઇ, ધરમપુરી, સરા, કેળકચ્છ, કુકડા વગેરે ગામમાંથી ૭૦થી વધુ ખેડૂત ભાઇઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લઇને ખેતીમાં મુઝવતા તેમના પ્રશ્નોનું નિરાકરણ કર્યુ હતું. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application