નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ, કાલિયાવાડી, નવસારી ખાતે યોજાઇ હતી. બેઠકમાં નવસારી કલેકટર અમિત પ્રકાશ યાદવે સંકલનમાં રજૂ થયેલા પ્રશ્નો પરત્વે સંબંધિત વિભાગોને તાકિદે કાર્યવાહી પૂર્ણ કરી તેમને લેખિત જવાબ રજુ કરવાની સૂચના આપી હતી. સાથે રાજ્યવ્યાપી સ્વચ્છતા હી સેવા અભિયાન તથા ગરીબ કલ્યાણ મેળાની કામગીરી સંદર્ભે જિલ્લા વહીવટી તંત્રના સલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને માર્ગદર્શન તથા સૂચનો પુરા પાડ્યા હતા. સંકલન બેઠકમાં નિયમિત મુદ્દાઓ એ.જી.ઓડિટ પેરા, સરકારી લેણાંની વસુલાત, તુમાર સેન્શસ, નાગરીક અધિકાર પત્ર અન્વયે મળતી અરજીઓ, પેન્શન કેસનો નિકાલ સહિતના પ્રશ્નોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application