નવસારી કૃષિ યુનિવર્સિટીનાં અસ્પી કોલેજ ઓફ હોર્ટિકલ્ચર દ્વારા હેમંત ઋતુમાં ખીલતા ફુલો અને હરિયાળીનાં મહત્વ વિશે જાગૃતિ લાવવા અને તેની અનુભૂતિ કરાવવા વિન્ટર બ્લુમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આવિન્ટર બ્લુમ્સ તા.7થી 9 ડિસેમ્બરમાં યોજવામાં આવ્યો છે. ફલોરીકલ્ચર વિભાગના વિદ્યાર્થીઓદ્વારા આ ફૂલોનો ઉછેર અને વિકાસ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની પ્રતિભાને બહાર લાવવા અને લોકો સમક્ષ રાખવા માટે યુનિવર્સિટી તરફથી આવિન્ટર બ્લુમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટની ખાસ વાતએ પણ છે કે, પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ જાતે ઉછેરેલા છોડનું વેચાણ પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતે ઉછેરેલા છોડ અને ફૂલોનું વેચાણ જાતે કરતા હોવાને કારણે તેમાં આત્મિવિશ્વાસ પણ કેળવાય છે.
ઉપરાંત જે પણ આવક થાય છે તે દરેક વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચી દેવામાં આવે છે. આવિન્ટર બ્લુમ્સમાં 100 કરતા પણ વધારે પ્લાન્ટ પ્રદર્શનિમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત કેકટસ પ્લાન્ટની વિવિધ પ્રકારની જાતો પણ મુકવામાં આવી છે. તો પર્યાવરણને શુદ્ધ રાખવા માટે ઓક્સિજન આપે તેવા છોડ પણ આવિન્ટર બ્લુમ્સમાં મુકવામાં આવ્યા છે. આશરે 50 જેટલા ઇન્ડોર પ્લાન્ટ પણ મુકવામાં આવ્યા છે. આ ઇન્ડોર પ્લાન્ટને ઘર કે રૂમમાં મુકીએ તો વાતાવરણ શુદ્ધ રાખી શકે તેવા પ્લાન્ટ મુકવામાં આવ્યા છે. તો ઓછા પાણીમાં 5 કે તેથી વધુ દિવસ સુધી ચાલી શકે તેવા પ્લાન્ટ પણ પ્રદર્શનિમાં મુકાયા છે.
નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.ઝેડ પી. પટેલ દ્વારાવિન્ટર બ્લુમ્સનું ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં વિદ્યાર્થી કલ્યાણ નિયામક ડો.આર.એમ.નાયક અતિથિ વિશેષ તરીકે અને ડો.અસ્પી કોલેજ ઓફ હોર્ટીકલ્ચરનાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને ડીન ડો.અલ્કા સિંઘનાં માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પુષ્પોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રદર્શન સવારે 8.00 થી સાંજે 5.00 વાગ્યા દરમ્યાન તા.9 ડીસેમ્બર સુધી ચાલુ રહેશે. વિદ્યાર્થીઓની કલા અને તેમના આત્મવિશ્વાસને વધારવા જાહેર જનતાને લાભ લેવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500