નવસારીની અંદર એનએચ 48 સર્વિસ રોડ પર ગેરેજમાં આગના બનાવના કારણે માઠી અસર થઈ છે. આ સર્વિસ રોડ પર આવેલી નિરાલી હોસ્પિટલ સામે જગદિશ બેટરીમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી ગઈ હતી.
આગ એટલી બધી ભયાનક અને મોટી હતી કે દૂર સુધી ગોટેગાટ ધૂમાડાના ઉડતા હતા. આગના કારણે ગેરેજ કમ્પાઉન્ડમાં રહેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ કમ્પાઉન્ડની અંદર ટ્રક, કાર અને બાઈક સહીતના 5 વાહનો થતા જેમાં આગ લાગી હતી.આગ લાગતાની સાથે જ નવસારીની ફાયર ટીમને આ મામલે જાણ કરાઈ હતી. જેથી ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ વધુ વિકરાળ હોવાથી આખરે દોઢ કલાકે આગ પર કાબુ મેળવાયો હતો.
નવસારીના નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર ગેરેજમાં આગ લાગતા આજુ બાજુના લોકોમાં પણ આગ પ્રસરવાની ચિંતા પેઢી હતી પરંતુ ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવ્યો હતો જેના કારણે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ આગ સોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. શોર્ટ સર્કીટના કારણે આગ લાગવાની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે સાવચેતી બરતવી પણ ખૂબ જરૂરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500