Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા બાઈક ચાલકે મહિલાને અડફેટે લેતાં મોત

  • August 04, 2021 

ચીખલી તાલુકાના ખુડવેલ ગામે ચારો કાપી પરત આવતી મહિલાને બાઈક ચાલકે અડફેટે લેતા સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. અજાણ્યા વાહન ચાલકે મહિલાને ટક્કર મારતા ગંભીર ઇજા થતાં મહિલાનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.

 

 

 

 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ખુડવેલ ગામના મંદિર ફળીયામાં રહેતી સંગીતાબેન રાજેશભાઇ પટેલ (ઉ.વ.42) પોતાના ઘરની નજીક આવેલ ખેતરમાં ચારો કાપવા ગયા હતા અને ચારો કાપી પરત ઘરે આવી રહ્યા હતા. તે સમય દરમિયાન ખુડવેલ શ્રી રંગ પેટ્રોલ પંપ પાસે એક એફજી મોટરસાયકલ નંબર જીજે/15/બીએચ/2631ના ચાલકે પોતાના કબ્જાની એફજી મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સંગીતાબેન પટેલને પાછળથી ટક્કર મારતા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગેની ફરિયાદ મરનારના પુત્ર ધનેશ રાજેશ પટેલે આપતા પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application