નવસારીના ખેરગામ તાલુકાના પાણીખડક ગામે ગતરાત્રીએ ચાર રસ્તા ઉપર આવેલી એક જનરલ સ્ટોરમાં દુકાનની ઉપરનું પતરું તોડી અંદર પ્રવેશી દુકાનમાં અંદર તથા બહાર લગાવેલા સીસીટીવી કેમેરા, ડીવીઆર તેમજ એલઇડી સહિત તેલનાં પાઉચના કાર્ટૂન, પાવડર સહિત છુટ્ટા પૈસા રોકડા ચોરી જતા દુકાન માલિકે ખેરગામ પોલીસ મથકે જાણ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાણીખડક ચાર રસ્તા ઉપર ખેરગામ રોડ તરફ આવેલી જગદીશ ગજાનંદ વ્યાસની શ્રીંગી કરીયાણા સ્ટોર નામની દુકાન રાબેતા મુજબ ગત તા.11મી સપ્ટેમ્બરના રોજ બંધ કરી ઘરે ગયા હતા અને રવિવારે સવારે પોતાની દુકાન ખોલતા દુકાનમાં બધો સામાન વેર વિખેર હાલતમાં દેખાય આવ્યો હતો તેમજ છત ઉપરના પતરાં તેમજ પાછળ પજારીની બારી પણ તૂટેલી હાલતમાં દેખાય આવતા રાત્રીએ કઈંક અજુગતું થયું હોવાનો એહસાસ તેમને થયો હતો. દુકાનની અંદરનો સામાન ચેક કરતા તેલનાં પાઉચ સહિતનો કેટલોક પરચુરણ સમાન તેમજ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા, ડીવીઆર અને એલઇડી ગાયબ જણાતા જગદીશભાઈએ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500