Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : મોટર સાઈકલ અથડાતા બે યુવાનનું ઘટના સ્થળે મોત

  • January 07, 2021 

નવસારી નેશનલ હાઈવે નં.48થી નાગધરા તરફ જતા રોડ ઉપર સરપોર પારડી ગામ નજીક સામ-સામે બે મોટરસાઈકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં મોટરસાઈકલના ચાલક બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. તેમજ એક મહિલા તથા એક બાળકીને ઈજાઓ તથા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

 

 

આ બનાવ અંગે ગ્રામ્ય પોલીસને મળતી માહિતી મુજબ સાતેમ ગામના રામનગર ખાતે રહેતો 37વર્ષીય યુવાન યોગેશ રમેશભાઈ હળપતિ પોતાની મોટરસાઈકલ(નં.જીજે/21/બીડી/4572)પર સવાર થઈ પત્ની કોકિલાબેન (ઉ.વ.30)તથા 9વર્ષીય બાળકી અસ્મિતા જોડે બોડીંગથી સાતેમ ગામ તરફ આવી રહ્યા હતા અને સરપોર પારડી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક પહોચતા સામેથી નાગધરા ગામના મોરી ફળિયા ખાતે રહેતો 23વર્ષીય યુવાન જીગ્નેશ નરેશ પટેલ પોતાની મોટરસાઈકલ(નં.જીજે/21/બીજે/5732)લઈને આવી રહ્યો હતો અને બંને મોટરસાઈકલ સામ-સામે અથડાતા તેના ચાલકો રોડ ઉપર પટકાતા બંને મોટર ચાલકના માથામાં અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ તથા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. આ અકસ્માત જોઈ આસપાસના લોકોએ ભેગા થઈ 108ને જાણ કરતા તે ઘટના સ્થળે પહોચી હતી અને અકસ્માતમાં ઘાયલ એક મહિલા તથા બાળકીને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલે લઈ જવાયા હતા. આ બનાવ અંગે ગ્રામ્ય પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application