Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

30 હજાર દારૂના જથ્થા સાથે બે મહિલાઓ ઝડપાઈ

  • January 31, 2021 

નવસારી પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર-48 ઉપર મુંબઈ થી અમદાવાદ જતા રોડ પર નવસારીમાં રહેતી બે મહિલાઓ પાસેથી પોલીસે ભારતીય બનાવટની વ્હિસ્કી તથા પાઉચ મળી આવતા તેમની અટક કરી હતી.

 

 

નવસારીના ટેકનીકલ સ્કુલ સામે આવેલી ખાડા વિસ્તારમાં રહેતા ફરહાનાબેન અબ્બાસ શેખ(ઉ.વ.60) અને આસ્માબેન સર ફરાઝ શેખ(ઉ.વ.30) જે રહે અલીફનગર રોડ,નવસારી. જેઓ બંને નવસારી- મુંબઈ-અમદાવાદ હાઈવે ઉપર બોરિયાચ ટોલનાકા પાસે પોલીસ તપાસ દમિયાન ભારતીય બનાવટની જુદી-જુદી કંપની ઓની નાની-મોટી 279 બોટલો જેની કીંમત રૂપિયા 30,675/-નો મુદ્દામાલ પકડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application