Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : ડમ્પર અડફેટે આવતાં મોપેડ સવાર બે મહિલાનાં મોત

  • May 18, 2023 

નવસારી શહેરને અડીને આવેલા ગાંધી ફાટક ઉપર મોડી રાત્રે મોપેડ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં મોપેડ સવાર બે મહિલા અને યુવાન રોડ પર પટકાયા હતા, જેમાં સ્થળ પર એક મહિલાનું મોત થયું હતુ. જયારે અન્ય એક મહિલાને સારવાર અર્થે સુરત ખસેડવામાં આવતા તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. મળતી માહિતી મુજબ, વિજલપોરથી પરિચિતોને મળીને કૃષ્ણપુર જતા બે મહિલા અને યુવક ત્રીપલ સીટ સવાર થયા હતા. રામનગરથી ગાંધી ફાટક ઉપર બનેલા ઓવર બ્રિજ પર ચડવા જતા ધસમસતા આવેલા ડમ્પરે મોપેડને જોરદાર ટક્કર મારતાં ત્રણેય રોડ પર પટકાયા હતા. જેમાં ચાલક યુવક સહિત બંને મહિલાઓ ગંભીર ઇજા થઈ હતી.






તેમજ અકસ્માતમાં 55 વર્ષીય પ્રભાવતી ડાહ્યા ટંડેલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું અને અન્ય એક 42 વર્ષે રમીલાબેન ટંડેલ ગંભીર તે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક નવસારી બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ ખસેડ્યા બાદ તેઓ પણ મોતને ભેટ્યા છે. છેલ્લા લાંબા સમયથી ડમ્પર યમદૂત બનીને રોડ પર દોડી રહ્યા છે ત્યારે આ મામલે ટ્રાફિક વિભાગ અને RTO પણ તેમની સ્પીડ પર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે રાત્રિના સમયે ખુલ્લા રોડ પર સ્પીડમાં દોડતા ડમ્પર અનેક લોકોના જીવ લીધા છે. અકસ્માતમાં બચી જનાર 22 વર્ષે યુવક દક્ષય ટંડેલે ડમ્પર ચાલક વિરુદ્ધ વિજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે જેથી પોલીસે ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application