Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા ત્રણ યુવક ઘવાયા

  • January 11, 2021 

નવસારી પોલીસે મથકેથી મળતી માહિતી મુજબ શહેરના કાગદીવાડી તથા દરગાહ રોડ વિસ્તારમાં રહેતા આફતાબ સલીમ જારા, સોયેબ રહીમ સૈયાદ તેમના મિત્ર અરમાન ખાન વહીદ ખાન પઠાણની મોટરસાઈકલ(નં.જીજે/21/એબી/4206) ઉપર ત્રણ સવારી કરી શહેરના પ્રજાપતિ આશ્રમ રોડ, ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા.

 

 

 

 

ત્યારે અહીથી પસાર થઈ રહેલી એક સ્વીફ્ટ કાર(નં.જીજે/06/એફ્ક્યુ/5333)ના અજાણ્યા ચાલકે અકસ્માત સર્જાયો હતો. જેમાં અરમાનને શરીરે નાની-મોટી ઈજાઓ થવા સાથે પગમાં ફ્રેક્ચર થયું હતું. જ્યારે મોટરસાઈકલ ઉપર સવાર અન્ય બે યુવાનોને પણ માથા તથા કમરના ભાગે ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બીજી તરફ અકસ્માત સર્જી અજાણ્યો કાર ચાલક ઝડપભેર કાર હંકારી લઈ જઈ ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે નવસારી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application