વાપીથી જલગાંવ રૂટની મહારાષ્ટ્ર પરિવહન નિગમની એસ.ટી. બસ નં./એમએચ /20/બીઝેડ/3448માં વાપી ડેપો પરથી મહિલાઓ દારૂનો જથ્થો લઈ ચઢી હોવાની પારડી પોલીસને બાતમી મળતા પારડી પોલીસે હાઈવે ચાર રસ્તા બ્રીજ પાસે વોચ ગોઠવી હતી.
પારડી પોલીસને બાતમીવાલી બસ આવતી દેખાતા બસને રોડ સાઈડે ઉભી રાખવા માટે પોલીસ દ્રારા ઈશારો કરાયો હતો. જેથી ચાલકે બસ રોડ સાઈડે ઉભી રાખ્યા બાદ પારડી પોલીસે બસના ડ્રાઈવર તથા કંડકટર સાથે મળી બસમાં તપાસ શરૂ કરી હતી તે દરમિયાન પાછળની સીટ ઉપર બેસેલી ત્રણ મહિલાઓ કોકીલા અમૃત પટેલ(રહે.પોસરી ફળિયા,ગણદેવી), રેખા રોહિત પટેલ(રહે.વારોલી જલાલપોર,નવસારી), તથા મધુ સુરેશ પટેલ(રહે.નિશાળ ફળિયા,ગણદેવી) પાસેથી કાપડના થેલામાં રાખેલી 562 દારૂની બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા ૪૨૦૫૦/- થાય છે. આ ત્રણેય મહિલાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેઓ દમણથી દારૂ લાવી વાપી ડેપો ઉપરથી બસમાં બેસ્યા હતા. આ ઘટના અંગે પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500