નવસારીનાં બીલીમોરા તાલુકાનાં ધકવાડા ગામે એક આશાસ્પદ યુવકે કોઈ અગમ્ય કારણોસર તેના ઘરના પહેલા માળે હૂક સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જીઆઇડીસીમાં નોકરી કરતા અને આહિરવાસ, ધકવાડા ગામ ખાતે રહેતા અલયકુમાર બાબુભાઈ આહિર (ઉ.વ.22) જે તેના નાના-નાનીને ત્યાં બાળપણથી રહી મોટો થયો હતો. જયારે યુવકનાં માતા-પિતા ગણદેવીનાં ધનોરી ચાંગા ગામે રહે છે.
જોકે, ગતરોજ રોજના નિયમ મુજબ તેના નાના-નાની સવારે તેને ઉઠાડવા ઘરનાં પહેલા માળે ગયા હતા. જ્યાં દરવાજો ઠોકતા દરવાજો ખુલી ગયો હતો અને અંદર જોતા છતમાં લાગેલી હૂક સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેઓ હેબતાઈ ગઈ બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને યુવકને નીચે ઉતારવામાં આવ્યો હતો. બનાવ અંગે જીગ્નેશ આહિરે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application