નવસારી જિલ્લાનાં ઘેલખડીનો યુવક સચિનની હોસ્પિટલના ગેટ પર બાઈક પરથી ઢળી પડતા સારવાર દરમિયાન મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી ઘેલખડી મુલાનંદ નગર પાસે માધવપાર્કમાં દિવ્યાંગ ગણપતભાઈ ટંડેલ (ઉ.વ.28) તેમના પરિવાર સાથે રહેતો હતો. જોકે ગત તારીખ 18મીએ દિવ્યાંગ સચિન પોસ્ટ ઓફીસ નજીક મુક્તિનગર ખાતે આવેલી એ ટુ ઝેડ હોસ્પિટલના ગેટ બહાર બાઈક પર બેઠો હતો. જોકે આ દરમિયાન દિવ્યાંગ બાઈક પરથી ઢળી પડતા સ્થળ પર હાજર લોકોએ તેમને એ ટુ ઝેડ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેના પલ્સ ઓછા થઈ જતા પરિવારજનોએ તેને વધુ સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યો હતો. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેને ચકાસીને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે શાહિલ પટેલે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application