Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શાળાના બાળકોને શસ્ત્રોનું જ્ઞાન મળે તે હેતુથી હથિયારોનું પ્રદર્શન યોજાયું, બાળકોએ ઉત્સાહભેર અને જિજ્ઞાસા સાથે હથિયારો વિશે જાણ્યું

  • October 16, 2021 

નવસારી જિલ્લામાં 8 શાળાઓના બાળકો અને એનસીસી કેડેટ્સને હથિયારની જાણકારી આપવામા આવી જિલ્લાની શાળામાં ભણતા વિદ્યાર્થીઓ શાસ્ત્રોનું જ્ઞાન તો મેળવે છે પણ શસ્ત્રોનું જ્ઞાન આપવા માટે જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી જિલ્લાની અલગ-અલગ 8 શાળા તેમજ એનસીસીના કેડેટ્સને પોલીસ ડિપાર્ટમેન્ટના હથિયારોના ઉપયોગથી વાકેફ કરવામાં આવ્યા હતા. જેને લઈને ટાટા બોયઝ સ્કૂલ ખાતે એક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ઉત્સાહભેર અને જિજ્ઞાસા સાથે હથિયારો વિશે જાણ્યું હતું. જ્યાં સુધી કોઈ વિદ્યાર્થી સિવિલ સર્વિસીસ ન જોડાય ત્યાં સુધી તેને હથિયારો વિશે ખાસ કોઇ માહિતી હોતી નથી પણ જિલ્લા પોલીસે વિદ્યાર્થીઓને હથિયારોની બનાવટ અને તેની રેન્જ અને કેવી રીતે ઉપયોગમાં લવું તેવી રસપ્રદ માહિતી આપી હતી. બાળકો શાળાના અભ્યાસક્રમ સિવાય પણ બહારની દુનિયા વિશે જાણે તથા વિવિધ ક્ષેત્રોની માહિતી મેળવે તેવા ઉદ્દેશ્યથી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા એક સરાહનીય પ્રયાસ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application