સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારીનાં ખેરગામ તાલુકામાં આવેલા જામનપાડા ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઇને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 1.08ની રહી હતી. ખેરગામ તાલુકાના પાડોશી વાંસદા તાલુકામાં પણ અઠવાડિયા અગાઉ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જે બાદ આજરોજ ખેરગામ તાલુકાના જામનપાડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરી ગયા છે. આમ તો ખેરગામ તાલુકામાં 22 જેટલા ગામડાઓ આવ્યા છે. જેમાં મહત્તમ આદિવાસી વિસ્તાર છે અને સાથે જ હાઈરાઈઝ બિલ્ડીંગ ખેરગામમાં ઓછી છે જેને લઇને ભૂકંપની તીવ્રતા વધે તો પણ ગ્રામ્ય વિસ્તારમાં કાચા મકાનો વધુ હોવાથી નુકસાન થવાની શક્યતા નહિવત છે. ભૂકંપની માહિતી મળતા ખેરગામ મામલેદારની ટીમે ગામની મુલાકાત લીધી છે. ગામજનોને અફવાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. આ વિસ્તારમાં બે જેટલા ડેમ આવેલા છે, ઉપરાંત પર્વતીય વિસ્તાર છે એટલે આ સમગ્ર મામલે હજી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટિમ પણ ઝીણવટભરી તપાસ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application