Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લાના વાંસદા અને ચીખલીના કેટલાક ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

  • October 14, 2021 

નવસારી જિલ્લાના વાંસદા અને ચીખલીના કેટલાક ગામોમાં ગતરોજ રાત્રે 2.0 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો સાથે જ કેલીયા ડેમ પાસેના વિસ્તારમાં પણ આંચકાઓ નોંધાયા હતા. આ ભૂકંપ સામાન્ય રીતે અનુભવાતો નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આ વાતની પુષ્ટિ થઈ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ નવસારીથી 42 કિલોમીટર દૂર નોંધાયું હતું. વાંસદા પંથકમાં અવારનવાર ભૂકંપના આચકાઓ અનુભવાય છે. ત્યારે આજથી 2 વર્ષ અગાઉ પણ આંચકા નોંધાયા હતા. જેને લઈને ઇન્ડિયન સિસ્મોલોજિકલ સંસ્થા દ્વારા સર્વે કરવામા આવ્યો હતો. જેમાં ખાસ કોઈ કારણ બહાર આવ્યું નહોતું. આ વિસ્તારમાં મોટા ભાગે આદિવાસી સમાજ વસે છે. ત્યારે અવારનવાર આવતા ભૂકંપને કારણે અહીંના લોકો ભય હેઠળ જીવે છે. ત્યારે આ સમગ્ર ઘટના પર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ નજર રાખી રહી છે. આ વિસ્તારમાં ઉનાઈ પાસે ગરમ પાણીના કુંડ આવેલા છે. જેથી ભૂગર્ભમાં રહેલી પ્લેટના કારણે આ નજીવી તીવ્રતાના ભૂકંપ આવતો હોવાનો મત પણ ભૂતકાળમાં વ્યક્ત થતો આવ્યો છે. આ ભૂકંપની તીવ્રતાને જોતા હાલ કોઈ ચિંતાનું કારણ નથી તેવું જિલ્લા ડીઝાસ્ટર મામલતદાર રોશની પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application