Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : ચાલુ ટ્રેનમાં મુસાફરોનાં મોબઈલ ચોરી કરનાર ઈસમ ઝડપાયો

  • June 18, 2023 

દક્ષિણ ગુજરાતનાં રેલવે સ્ટેશન, ચાલુ ટ્રેનમાં, ભીડનો લાભ લઈને મોબાઈલ સેરવતો આરોપી એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે અગાઉ 19 મોબાઈલ સાથે આરોપીને L.C.B. પોલીસે ઝડપી પાડ્યો હતો, જોકે ફરીવાર આરોપી પોલીસનાં હાથે ચડતા વિજલપોર પોલીસને તપાસ સોંપવામાં આવી હતી. જયારે હાલમાં ટ્રેનમાં મોબાઈલ ચોરીની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે અને પેસેન્જર રાત્રીનાં સમયે ઊંઘમાં હોય તે દરમિયાન આ ચોર કળા કરીને ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લેતો હતો. વિજલપોરનાં રામનગરમાં રહેતા રૂપેનસિંહ રાજપૂતને L.C.B. પોલીસે બાતમીનાં આધારે ધરપકડ કરીને મોબાઇલ ચોરીનાં ગુના ઉકેલયા છે.


વિજલપોરનાં રામનગરમાં રહેતો રૂપેનસિંહ હરકરણસિંહ રાજપુતની ચોરી કરવાની ટેકનિક રસપ્રદ છે. કોઈ પ્રોફેશનલની જેમ તે રાત્રિનાં 10 વાગ્યે મોબાઈલ ચોરી કરવા માટે ઘરેથી સુરત જતો હતો અને ત્યાંથી ટ્રેનમાં બેસી મોબાઈલ કરતા કરતા વાપી પહોંચી પરત નવસારી પરત ફરતો હતો. ચોરેલા ANDROID, સહિત અન્ય સાદા મોબાઇલ સસ્તા મોંઘા ભાવે રૂપેનસિંહ નવસારીમાં શ્રમજીવીઓને વેચીને મોટો નફો રળતો હતો. મોબાઈલ ચોરીને લઈને રેલવે પોલીસમાં ફરિયાદ વધતા નવસારી LCB એક્ટિવ થઈ હતી અને બાતમીનાં આધારે રૂપેણસિંહને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application